એલપીજીના ભાવમાં રૂ. 91.5 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો. આ ફેરફાર માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો

નાણાકીય વર્ષ 2024ના પહેલા દિવસે LPG સિલિન્ડરની કિંમતમાં 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, આ ફેરફાર માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે. ઘરોમાં વપરાતા 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નોંધનીય છે કે, સરકારે માર્ચમાં કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં 350 રૂપિયાનો વધારો કર્યો હતો અને હવે તેમાંથી 92 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં એલપીજીનું વજન 19 કિલો છે.

You Might Also Like