રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને મોટા સમાચાર, ટૂંક સમયમાં ખુલ્લુ મુકાશે, PM મોદી કરશે લોકાર્પણ
- રાજકોટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને મોટા સમાચાર
- એપ્રિલમાં PM મોદી એરપોર્ટનું કરી શકે લોકાર્પણ
- 30 માર્ચ સુધીમાં હીરાસર એરપોર્ટ થશે તૈયાર
રાજકોટમા આકાર લઈ રહેલા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હીરાસર એરપોર્ટનું કામ આગામી 30 માર્ચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ત્યારબાદ એપ્રિલ માસમાં કેન્દ્ર સરકારના અધિકારીઓની ટીમ એરપોર્ટની તપાસ અર્થે રાજકોટની મુલાકાત લેશે. એટલું જ નહીં આગામી એપ્રિલ માસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં માટે આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. બાદમા હિન્દૂ ધર્મના મહત્વના ગણાતા જન્માષ્ટમીના તહેવારોમા હીરાસર એરપોર્ટ પરથી મુસાફરીના શ્રી ગણેશ કરવામા આવે તેવી માહિતી સાંપડી રહી છે. જ્યા કેલિબ્રેશન ફલાઈટોનું યોગ્ય નિરીક્ષણ કર્યા બાદ હવે અન્ય મોટા વિમાનો ઉડાન ભરી શકશે.