મોરબી શહેરમાં શિવાની સિઝન સેન્ટરથી નવયુગ ગારમેન્ટ (તખ્તસિંહજી રોડ) નવો બનાવવાનો હોવાથી આ રોડ પર વાહન વ્યવહારને પ્રતિબંધિત કરી આ રોડ પરના વાહન વ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર વૈકલ્પિક વ્યવસ્થા તરીકે (1) ટુ વ્હીલર, ફોર વ્હીલર માટે પૂનમ કેસેટ થી વિજય ટોકીઝ થઈ જુના બસ સ્ટેન્ડ થઈ મચ્છીપીઠ રોડ ઉપરથી આસ્વાદ પાનથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકશે. (2) ટુ વ્હીલર ફોર વ્હીલર માટે પૂનમ કેસેટ થી વિજય ટોકીઝ થી જુના બસ સ્ટેન્ડ થઈ અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન થઈ જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ તરફ જઈ શકાશે. (3) ટુ વ્હીલર ફોર વ્હીલર માટે વિજય ટોકિઝ થઈ સૌરાષ્ટ્ર હેર ડ્રેસર થઈ નવાડેલા રોડ પરથી જુના બસ સ્ટેન્ડ તરફ જઈ મચ્છીપીઠ રોડ તથા અયોધ્યાપુરી રોડ થઈને આસ્વાદ પાન તરફથી જડેશ્વર મંદિર રેલવે સ્ટેશન રોડ પર જઈ શકાશે. આ જાહેરનામું આગામી 11 ડિસેમ્બર- 2024 સુધી અથવા કામગીરી વહેલી પૂર્ણ થાય તો ત્યાં સુધી અમલમાં રહેશે.

You Might Also Like