મોરબી જિલ્લાના 68 કેન્દ્રો પર આવતીકાલે બપોરે 12:30 થી 1:30 દરમ્યાન યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ઘણા આકરા નિયમો કરવામાં આવ્યા છે.

આવતીકાલે યોજાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સતત ત્રીજી વખત આ પરીક્ષા લેવા જઈ રહી છે. અગાઉ આ પરીક્ષાનું પેપર બે વખત ફૂટ્યું છે. જેના લઈને હાલ હસમુખ પટેલ પર આ જવાબદારી નાખવામાં આવી છે. જેના લઈને પરીક્ષા કેન્દ્ર ખાતે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 12:10 પછી પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહિ આવે. આ સાથે પરીક્ષામાં ચેકીંગ માટે પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં પરીક્ષા કેન્દ્ર પર કોઈ પણ સ્ટાફ, સ્થળ સંચાલક, બોર્ડ પ્રતિનિધિ કે પોલીસ સ્ટાફ કોઈ પણ મોબાઈલનો ઉપયોગ નહિ કરી શકે. તમામે પોતાના મોબાઈલ જમાં કરાવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રમાં દાખલ થયા બાદ કોઈ પણ સંજોગોમાં કેન્દ્ર છોડી શકશો નહિ. આ સાથે પેપર ગુપ્તતા જાળવવા માટે કેમેરાની નિગ્રાહણીમાં પેપર સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટેની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. ચકલી પણ ન ફરકે તેવી સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ પેપર પેક કરાવ્યા બાદ વિદ્યાર્થીઓની સહી કરાવવામાં આવશે.

You Might Also Like