મોરબીમાં અરજદારો આ દિવસે એસપીને રૂબરૂ કરી શકશે ફરિયાદ
મોરબીમાં પોલીસ દ્વારા લોકોની ફરિયાદો સાંભળવા અને તેનો નિકલ કરવા માટે લોક દરબાર તો યોજવામાં આવે જ છે તેની સાથે હવે મોરબીના એસપીને લોકો સીધા જ મળી શકે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો દર મંગળવાર તેમજ શુક્રવારે એસપીને ફરિયાદ કરી શકશે
મોરબીના જુદાજુદા વિસ્તારમાં તેમજ જિલ્લામાં ઘણી ફરિયાદ લોકોની હોય છે જો કે, કેટલાક બનાવાનોમાં કોઈ કારણોસર ફરિયાદ નોંધાતી નથી અને અરજી લઈને કામ કરવામાં આવે છે તેવામાં હવે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીને લોકો સીધા જ મળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોની જે ફરિયાદ હોય તે લોકો દર મંગળવારે અને શુકવારે એસપીને રૂબરૂ મળીને કરી શકશે