RTE અંતર્ગત એડમિશનનો થયો પ્રારંભ, આ વખતે એડમિશન મેળવવું થશે સરળ આ છે મુખ્ય કારણ
RTE અંતર્ગત નબળા અને પછાત વર્ગના ધોરણ - 1 થી 8માં સરકારના ખર્ચે પ્રાઇવેટ સ્કૂલમાં મફત ભણવા અંગેના ફોર્મ શરૂ થઈ ગયા છે, જેમાં આ ફોર્મ ભરવા માટે વાલીઓને 12 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
આ વર્ષે એડમિશન મેળવવું સરળ છે.
RTE અંતર્ગત એડમિશન મેળવવા માટે ખાસ વાલીઓમાં પડાપડી થતી હોય છે. સંપૂર્ણ સિસ્ટમ ઓનલાઇન હોવાથી કોઈ જાતની લાગવગને અહી અવકાશ નથી. પરંતુ આ વર્ષે સરકારના ઉંમરના નવા નિયમ મુજબ જે બાળકોની ઉંમર 6 વર્ષ પૂર્ણ થતા હોય તેઓને જ RTE અંતર્ગત પહેલા ધોરણમાં પ્રવેશ આપી શકાશે. જેના લઈને આ પ્રકારના 6 વર્ષ પૂર્ણ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે જેને લઇને આ વર્ષે એડમિશન મેળવવું પ્રમાણમાં સરળ બનશે.
સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં પહેલા ધોરણમાં વર્ગો રહેશે ખાલીખમ
જે વિદ્યાર્થીઓને છ વર્ષ પૂર્ણ થયા હોય તે વિદ્યાર્થીઓને ધોરણ એકમાં પ્રવેશ અપાશે આ નિયમથી સરકારી અને ખાનગી શાળાઓના વર્ગો ખાલી રહેશે. આ વર્ષે HKG રીપીટ કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા અત્યંત વધુ છે, જેના કારણે તમામ શાળાઓમાં KG વિભાગના વર્ગો ભરચક અને ધોરણ-1 ના વર્ગો ખાલી ખમ જોવા મળશે.