ABVPએ મોરબીમાં એલઈ કોલેજમાં પાણી અને સ્વચ્છતાના નિરાકરણ બાબતે આપ્યું આવેદન
મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબીની એલઈ કોલેજમાં પીવાના પાણી અને સ્વચ્છતા બાબતે કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

મોરબીની એલઈ ડિગ્રી કોલેજ ખાતે ઘણા સમયથી વિદ્યાર્થીઓના પીવાના પાણી માટેના કૂલર બંધ હાલતમાં હોવાથી પીવાનું પાણી વિદ્યાર્થીઓને મળતું નથી અને કોલેજ કેમ્પસમાં સ્વચ્છતા પણ જળવાતી નથી. બાથરૂમમાં પણ સ્વચ્છતા નથી અને હોસ્ટેલમાં પણ ઘણી બધી સમસ્યાઓ હોય વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. આ બાબતે વિદ્યાર્થી હિત માટે ABVP મોરબી દ્વારા કોલેજના પ્રિન્સિપાલને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.