મોરબીનું એવું ગામ કે જ્યાં ધુળેટીના દિવસે કલર નહિ પણ સ્મશાનમાં કરાઈ છે આ કામ, જાણીને આપ ગર્વ અનુભવશો
હોળી - ધુળેટી પર્વ પર હોળી પ્રગટાવી અને ધૂળેટીનાં દિવસે રંગ રંગવા આ સામાન્ય રીતે આ પ્રકારે તહેવારની ઉજવણી કરતા હોય છે. જ્યારે મોરબી તાલુકાના પીપળી ગામે સ્મશાનમાં કરાય છે ધુળેટીના દિવસે અનોખી સેવાઓ. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના મૃત્યુ બાદ અગ્નિ સંસ્કાર માટે આપણે સ્મશાને જતા હોય છે. પરંતુ મોરબી નજીકના પીપળી ગામે લોકો ધુળેટીના દિવસે સ્મશાનમાં અગ્નિ સંસ્કાર માટે ઉપયોગમાં લેવાતાં લાકડા કાપીને આખા વર્ષનો લાકડાનો અને છાણાનો સ્ટોક કરવામાં આવે છે.

છેલ્લા 12 થી 14 વર્ષની ગામના લોકો આ સેવા કાર્ય કરી રહ્યા છે. જેમાં સામાન્ય રીતે ખેતરમાંથી મોટા લાકડા સૌ લઈ આવી તેને યોગ્ય રીતે કટિંગ કરવામાં આવે છે, જેમાં છાણા અને સ્મશાનમાં જરૂરી રીનોવેશન અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે. આ સેવા કાર્યમાં બાળકો, યુવાનો અને વડીલો 300 જેટલી સંખ્યામાં જોડાઈ છે. આ સેવા કાર્ય બાદ સૌ સ્મશાનમાં સાથે ભોજન લઇ છૂટા પડે છે.
ગામના યુવાનો અને વડીલો એવું કહે છે કે શંકરની ભૂમિ પર આ સેવાકાર્યથી અને ધન્યતા અનુભવીએ છીએ.



