નાના દહિસરા માં પુત્રીની જન્મદિવસની ઉજવણી સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવ્યું
માળીયા (મિ.) : આજ રોજ નાનાદહીંસરા ગામના કાળુભાઈ અવચરભાઈ ભાડજાએ પોતાની પુત્રીના જન્મદિવસ નિમિત્તે શાળામાં સ્ટેશનરીનું વિતરણ કરીને જન્મદિવસની સાર્થક ઉજવણી કરી હતી.
કાળુભાઈ ભાડજાને તેમની પુત્રી પલ્લવીના જન્મદિવસ નિમિત્તે આજ રોજ નાનાદહીંસરા ગામની શ્રી એમ.જે.ભાલોડિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટીકા તેમજ ધોરણ 1 થી 8ના તમામ વિદ્યાર્થીઓને બુક્સ, ફુલસ્કેપ, પેન્સિલ, રબ્બર, સંચો અને પેન તેમજ ચોકલેટનું દરેક બાળકોને પલ્લવીના હસ્તે વિતરણ કર્યું હતું અને તમામ બાળકો પલ્લવીના જન્મદિવસ નિમિત્તે આપવામાં આવેલી ભેટથી ખૂબ ખૂબ ખુશ થયા અને નાનાદહીંસરા શાળા પરિવાર તરફથી પલ્લવીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

