મોરબીમાં સૌપ્રથમ વખત ધોરણ - ૧૦ અને ૧૨ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા સામે પરાક્રમ સેમીનારનું આયોજન અભિનવ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર શૈલેષ સગપરિય વિદ્યાર્થીઓને મોટીવેટ કરી વિદ્યાર્થીઓમાં ઊર્જાનો સંચાર કરશે. આ સેમિનાર મોરબી જિલ્લામાં બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો રહેશે. આ સેમિનાર તારીખ - ૬ માર્ચ ૨૦૨૩ નાં રોજ સાંજે ૫:૦૦ થી ૦૭:૦૦ નાં સમય દરમ્યાન યોજાશે. આ સેમિનારમાં જોડાવવા ૯૯૦૪૬૭૭૮૭૭ પર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેવું અભિનવ સ્કૂલના સંચાલક મનોજભાઈ ઓગણજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

You Might Also Like