મોરબીની એક એવી શાળા કે જ્યાં વિદ્યાર્થીઓને બાઈક લઈને શાળાએ જવા પર છે પ્રતિબંધ
બાળકોની તંદુરસ્તી માટે સાઇકલ લઈને શાળાએ આવવા માટે શાળાની ભલામણ

સામાંકાંઠા વિસ્તારમાં આવેલી સ્કૂલ ઉમા વિદ્યા સંકુલ કે જ્યાં વિદ્યાર્થીઓને બાઈક લઈને શાળાએ આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. કદાચ મોરબી જિલ્લાની આ પહેલી શાળા હશે જ્યાં વિદ્યાર્થીઓને બાઈક લઈને આવવા પર પ્રતિબંધ હોય. શાળાના સંચાલક હિતેશભાઈ સોરિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે RTO નાં નિયમ મુજબ લાયસન્સ વગર બાઈક ચલાવવુએ નિયમ વિરુદ્ધ છે. બાળક શાળાએ બાઈક લઈને આવે અને અકસ્માત થાય તે રોકવા માટે આ અમે પહેલ કરેલ છે. એડમિશન વખતે જ અમે જણાવીએ છીએ કે શાળાએ સાઇકલ લઇને આવવાનું રહેશે અથવા તો લાઇસન્સ હોય તો જ બાઈક લઇને આવવું. આ સરતે જ એડમિશન આપવામાં આવે છે. આ સાથે બાળકની તંદુરસ્તી માટે બાળક સાઇકલ લઇને અથવા તો ચાલીને શાળાએ આવે તેવું શાળા ઈચ્છે છે. હાલ ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાઇકલ લઈને શાળાએ અભ્યાસ માટે આવે છે.