રાજકોટના ઉપલેટા શહેરમાં શનિવારે મોડી રાત્રે એક 29 વર્ષીય યુવકની નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી. હવે આ કેસમાં નવો ખલાસો થયો છે. પોલીસે જણાવ્યું હતું કે આશિષ ભાદરકા (આહિર)ની 19 વર્ષીય વિનય ધામેચા દ્વારા કથિત રીતે બોડી ફિટનેસ જિમની સીડી પર 4 દિવસ પહેલા સોશિયલ મીડિયા રિલ્સ વિડીયો બાબતે થયેલા ઝઘડાના ખારમાં હત્યા કરી હતી. મિત્રએ જ મિત્રની છરીના 19 ઘા ઝીંકી હત્યા કરતા પોલીસે હત્યારા મિત્રની ધરપકડ કર્યા બાદ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

ઉપલેટા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે કે જાડેજાના જણાવ્યા મુજબ, આરોપી, કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. ભાદરકા અને ધામેચા એક જ જીમમાં જતા હતા. લગભગ ચાર દિવસ પહેલા ભાદરકાએ ધામેચાને જ્યારે તે જીમમાં તાલીમ લઈ રહ્યો હતો ત્યારે તેનો વીડિયો રેકોર્ડ કરવા કહ્યું હતું. પરંતુ ધામેચાએ પોતે પણ કસરત કરતો હોવાનું કહીને વિડિયો રેકોર્ડ કરવાની ના પાડી હતી. 3 દિવસ પહેલા મૃતકે આરોપી સાથે ધોલધપાટ કરી હતી. જેનો ખાર રાખી આરોપીએ મૃતક જીમમાંથી બહાર નીકળતાની સાથે જ મોતનો ઘાટ ઉતાર્યો હતો.

Delhi triple murder: Couple, maid found murdered inside West Delhi house, 2  arrested - India Today

ધામેચાએ શનિવારે રાત્રે ભાદરકાને જીમની સીડી પર પકડી લીધો હતો અને ઓછામાં ઓછા 19 વખત છરી વડે હુમલો કર્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું. ભાદરકા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં પહોંચતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ભાદરકાના પિતા નાથાભાઈએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર છેલ્લા બે વર્ષથી જીમમાં વર્કઆઉટ કરતો હતો. તેમણે ઉમેર્યું હતું કે બે દિવસ પહેલા ભાદરકા ધામેચા સાથે બોલાચાલી બાદ તણાવમાં જોવા મળ્યો હતો. નાથાભાઈએ જણાવ્યું હતું કે તેમણે તેમના પુત્રને અન્યો સાથે નાની-નાની ઝઘડામાં ન પડવા જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે ધામેચા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

આરોપી પાસેથી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું

હત્યાના બીજા દિવસે પોલીસે આરોપીને પકડી લીધો હતો અને ગઈકાલે આરોપીને સાથે રાખીને ડીસએપી સહિતના પોલીસકર્મીઓ ધામેચાને ઘટનાસ્થળે લઈ જઈને હત્યાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને કોર્ટમાં રજૂ પણ કર્યો હતો.

You Might Also Like