ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઇડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
*ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ*
આજરોજ પી.એમ.શ્રી સજનપર પ્રાથમિક શાળામાં શ્રીમદ ભગવત ગીતા જયંતીની ભાવસભર ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને ત્યારબાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું અને શાળાના બાળકોને સજનપર ગામના આગેવાનો શ્રી જયકિશનભાઈ ફેફર, રૂગનાથભાઈ ભૂત અને શામજીભાઈ બરાસરા દ્વારા ગીતાજીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું ત્યારબાદ શાળાના આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ શ્રીમદ ભગવત ગીતા નું મહત્વ વિશે બાળકો અને ગામ લોકોને જાણકારી આપવામાં આવી અને સાથે સાથે તમામ વાલીશ્રીઓને બાળકોના અપાર આઈ.ડી. બનાવવા બાબતે વિસ્તૃત માહિતી આપી હતી ત્યારબાદ મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોને એક એક એક શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું.
તેમજ કાર્યક્રમના અંતે તમામ બાળકોને સ્ટીમ ઢોકળાનું ભોજન આપવામાં આવ્યું. ભગવદ્ ગીતા પુસ્તક અને પ્રસાદી સ્વરૂપે સ્ટિમ ઢોકળાના દાતાશ્રી ગૌસેવક ભાઈઓ (લજાઈ) અને સમગ્ર કાર્યક્રમ ને દિપાવવા ગામમાંથી પધારેલ આગેવાનો તેમજ વાલીશ્રીઓ અને smc સભ્યો અને અધ્યક્ષશ્રી તેમજ મોટી સંખ્યામાં વાલીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતાં જેમનો શાળા પરિવાર વતી આચાર્યશ્રી અલ્પેશભાઈ પુજારાએ આભાર વ્યક્ત કર્યો હતો.

