ગુજરાત માથે એક બાદ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બઘડાટી બોલાવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઝાંબુઘોડા તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે ગીર સોમનાથમાં મેઘતાંડવ જોવા મળી રહ્યો છે. આંકડા પર નજર કરીએ તો કોડીનારમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેને લઈને રોડ પર પાણી ભરાયા છે. બીજી તરફ અમરેલીમાં પણ ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર રીતસર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે સુરતમાં પણ ધમધોકાર વરસાદથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ છે.

અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ, અનેક વિસ્તારોમાં ઝાપટું પડ્યું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં હજી પણ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે. જો કે, સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ઝાપટું પડ્યું છે. હાલ અંધારિયું છવાયું છે. 

Surat, Navsari dists receive heavy rainfall in last 24 hrs | Surat News,  The Indian Express

પૂર્વ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મહત્વનું છે આજે અમદાવાદમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગીર સોમનાથમાં મેઘતાંડવ, અમરેલીમાં ધોધમાર વરસાદ

સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. કોડીનારમાં સવા પાંચ ઇંચ વરસાદ પડતાં ખેતરો બેટમાં ફેરવાયા છે અને નદી નાલામાં પૂર આવ્યું છે. જણાવી દઈએ કે, હાલ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી સીધનનો 60 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ગીર સોમનાથ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી થઈ છે. જ્યારે કચ્છમાં વરસાદ પડી રહ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

You Might Also Like