જૂનાગઢના દાતા રોડ પર 2 માળની બિલ્ડીંગ ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાના સમાચાર
ગુજરાતના જૂનાગઢમાં બે માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લામાં ભારે વરસાદને પગલે બે માળની ઇમારત ધરાશાયી થઇ હતી. ઈમારત ધરાશાયી થવાની માહિતી મળતાં જ પ્રશાસને ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે ઘણું નુકસાન થયું હતું. આ ઘટના શહેરના દાતાર રોડ પર કડિયાવાડ પાસે બની હતી. આ ઘટનામાં ત્રણથી ચાર લોકો દટાયા હોવાની આશંકા છે. આ બિલ્ડીંગ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.વરસાદની મોસમ વચ્ચે બિલ્ડીંગ ધરાશાયી થયા બાદ હજુ પણ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળમાં દટાયેલા લોકોની શોધખોળ ચાલુ છે

ભીડભાડવાળા વિસ્તારમાં મકાન
દાતાર રોડ જૂનાગઢનો ખૂબ જ વ્યસ્ત વિસ્તાર છે. આ બિલ્ડીંગ ખૂબ જ ભીડભાડવાળી જગ્યાએ આવેલી હતી. બિલ્ડિંગનો કાટમાળ હટાવવા માટે પોલીસ, કમિશનર, NDRFની ટીમ, IG, DG બધા અહીં હાજર છે અને કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઈમારત ઘણી જૂની છે અને તેમાં રહેતા લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી.