મોરબી શહેરના કાલીકાપ્લોટ માંથી પાંચ મહિલા સહિત 10 પતા પ્રેમીઓ પકડાયા
મોરબી શહેરના કાલીકાપ્લોટમા બાવા અહેમદશાહ મસ્જીદવાળી શેરીમા જાહેરમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી પાંચ મહિલા અને પાંચ પુરૂષોને જુગાર રમતા ઝડપી લઈ જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે કાલીકાપ્લોટ બાવા અહેમદશાહ મસ્જીદ વાળી શેરીમા દરોડો પાડી જાહેરમા સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમી રહેલા આરોપી રીયાઝભાઇ હનીફભાઇ ચાનીયા, ફારૂકભાઇ હુશેનભાઇ ફલાણી, અબ્દુલા મહેબુબભાઇ આરબ, અસલમભાઇ અમીનભાઇ માજોઠી, અજયભાઇ રમેશભાઇ ભટી,
બેનરજીબેન રીયાજભાઇ જુણાચ, જસ્મીનબેન મોહીનભાઇ ચાનીયા, દક્ષાબેન સંજયભાઇ બેલદાર / ઓડ, ગુલશનબેન રફીકભાઇ શેખ અને ફરીદાબેન અબ્દુલભાઇ સુમરા નામના મહિલાને રોકડા રૂપિયા 27,200 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
દરોડાની આ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા, જયપાલસિંહ ઝાલા, પો.હેડ કોન્સટેબલ કિશોરભાઇ મિયાત્રા, ચકુભાઇ કરોતરા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, કોન્સ્ટેબલ તેજાભાઇ ગરચર, હિતેષભાઇ ચાવડા, અરવીંદભાઇ, પુનમબેન ચૌધરી તથા વહીદાબેન શેખ દ્વારા કરવામાં આવી હતી.