શું તમે જાણો છો કે લાલ જામફળ સફેદ જામફળ કરતાં વધુ ફાયદાકારક છે. હા, તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ હોય છે, જાણો તેના ફાયદા.

લાલ જામફળ ખાવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. વાસ્તવમાં, લાલ જામફળમાં સફેદ જામફળ કરતાં ઓછી ખાંડ હોય છે, જે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય તેને ખાવાથી આયર્નની ઉણપ પણ દૂર થાય છે.

લાલ જામફળનું સેવન પ્રોસ્ટેટ કેન્સરના જોખમને ઘટાડવામાં પણ મદદ કરે છે.જામફળ ગાંઠ બનવાની પ્રક્રિયાને અટકાવે છે.

Guava health benefits, an exotic fruit to sooth toothache

લાલ જામફળમાં પુષ્કળ પોટેશિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. બીપીના દર્દીઓ માટે લાલ જામફળ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

લાલ જામફળમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર જોવા મળે છે.તેમાં પાણી પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.આ કબજિયાતની સમસ્યાને દૂર કરે છે,પાચનમાં સુધારો કરે છે.

સફેદ જામફળની તુલનામાં લાલ જામફળમાં એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં જોવા મળે છે.જેની મદદથી તે ચામડીના રોગોને દૂર કરવામાં મદદ કરે છે.આ સાથે ત્વચાના કેન્સરનું જોખમ પણ ઘટાડી શકાય છે.

લાલ જામફળમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે.તેથી જો તમે લાલ જામફળનું સેવન કરો છો તો તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.જેનાથી તમે ચેપથી બચી શકો છો.

You Might Also Like