અતિક અને અસરફનો અંત : લવલેશ, અરુણ અને શનિએ શા માટે કર્યું ફાઇરિંગ, પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કારણ
માત્ર 10 સેકંડમાં અતિક અને અહેમદનું ઢીમ ઢાળી દીધૂ.
અતીક અહેમદની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
અતીક અહેમદ અને અશરફની સનસનાટીભરી હત્યા બાદ હુમલાખોર દ્વારા પોલીસ સમક્ષ સરંડર કર્યું હતું, જેને લઈને પૂછપરછ ચાલુ હતી તેમાં નવો ખુલાસો થયો, પૂછપરછ દરમિયાન આરોપીઓએ કહ્યું, તેઓ મોટા માફિયા બનવા માંગતા હતા, તેથી તેમણે આ ઘટનાને અંજામ આપ્યો.
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની સનસનાટીભરી હત્યા બાદ યુપી સરકાર પર સવાલો ઉઠી રહ્યા છે. આ તરફ હવે યોગી સરકારે આ હત્યાકાંડની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. આ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે કે, અતીક અને અશરફની હત્યા કરનારા ત્રણ આરોપી પ્રયાગ રાજની બહારના છે.
ત્રણેય સૂટરના નિવેદનમાં છે વિરોધાભાષ
અતીક અને અશરફ પર ગોળીબાર કરનારા ત્રણેય આરોપીઓ જૂનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓ સામે અગાઉ ક્યાં અને કેવા કેસ નોંધાયેલા છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન આરોપીઓ કહી રહ્યા છે કે, તેઓ મોટા માફિયા બનવા માંગતા હતા, તેથી તેમણે આ ઘટનાને અંજામ આપ્યો. આરોપીએ કહ્યું, 'નાના શૂટર્સ ક્યાં સુધી રહીશું, મોટા માફિયા બનવા માંગતા હતા તેથી જ હત્યાને અંજામ આપ્યો.' જોકે, પોલીસને હજુ તેમના નિવેદનો પર પૂરેપૂરો વિશ્વાસ નથી, કારણ કે ત્રણેયના નિવેદનમાં વિરોધાભાસ છે અને તપાસ ચાલુ છે. હવે આગામી સમયમાં આ ઘટના અંગે શું નવો ખૂલશો થાય છે તે જોવું રહ્યું.
ત્રણેય આરોપી ક્યાંના રહેવાસી?
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, અતીક અને અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. જ્યારે ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો છે. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતપોતાનું સરનામું આપ્યું છે અને ત્યાર બાદ પોલીસ તેમના નિવેદનોની ખરાઈ કરી રહી છે. તપાસમાં એક વાત સ્પષ્ટ થઈ છે કે, ત્રણેય આરોપીઓ અતીક અને અશરફની હત્યા કરવાના ઈરાદે પ્રયાગરાજ(યુપી) આવ્યા હતા.