એપ્લિકેશન પર GST ઇન્વૉઇસ અપલોડ કરવા માટે એક કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવશે; જાણો સરકાર કઈ યોજના લાવવા જઈ રહી છે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની ચોરીને રોકવા માટે સરકાર નવી સ્કીમ લાવી રહી છે. આ અંતર્ગત સામાન્ય લોકો મોબાઈલ એપ પર છૂટક અને જથ્થાબંધ વેપારીઓ પાસેથી મળેલા GST ઈન્વોઈસ અપલોડ કરવા પર 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનું રોકડ ઈનામ મેળવી શકે છે.
આ માટે 'મારું બિલ મારો હક' નામની યોજનાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ઇન્વોઇસ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ, જે લોકો એપ પર છૂટક વિક્રેતાઓ અથવા જથ્થાબંધ વિક્રેતાઓ પાસેથી પ્રાપ્ત બિલ અપલોડ કરે છે તેઓને માસિક / ત્રિમાસિક ધોરણે પુરસ્કાર આપવામાં આવી શકે છે.

દર મહિને 500 થી વધુ ડ્રો કાઢવામાં આવશે
દર મહિને 500 થી વધુ કોમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાશે. આમાં લાખો રૂપિયાનું ઇનામ હશે. દરેક ક્વાર્ટરમાં 2 ડ્રો થશે. સરકારની આ યોજનાનો મુખ્ય ધ્યેય નાગરિકો અને ગ્રાહકોને વેપાર-થી-ગ્રાહક ખરીદી કરતી વખતે વેચાણકર્તા પાસેથી વાસ્તવિક ઇન્વૉઇસ માંગવા માટે પ્રોત્સાહિત કરવાનો છે, જે GSTના દાયરામાં પણ છે.
એક વ્યક્તિ વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકે છે
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મેરા બિલ મેરા અધિકાર એપ iOS અને Android બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. એપ પર અપલોડ કરેલા બિલમાં વિક્રેતાનો GSTIN, બિલ નંબર, ચુકવણીની રકમ અને ટેક્સની રકમ હોવી જોઈએ. એક વ્યક્તિ એક મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકે છે જેની ન્યૂનતમ કિંમત રૂ. 200 છે.