ભારતીય મૂળના ત્રણ વ્યક્તિઓએ સિંગાપોરની સંસદના સભ્ય તરીકે લીધા શપથ, આ બન્યા અધ્યક્ષ
સિંગાપોરની સંસદમાં બુધવારે નવ નોમિનેટેડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ (NMP)માંથી ત્રણ ભારતીય મૂળના સિંગાપોરના લોકોએ શપથ લીધા. ઉપરાંત, સિંગાપોરમાં મરીન પરેડ જૂથ પ્રતિનિધિત્વ ક્ષેત્રના સાંસદ સીહ કિયાન પેંગ બુધવારે સંસદના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા.
સાથી પીપલ્સ એક્શન પાર્ટીના સાંસદ ચેંગ લી હુઈ સાથેના લગ્નેત્તર સંબંધને કારણે રાજીનામું આપનાર તાન ચુઆન-જિનનું સ્થાન સીહ કિઆન પેંગે લીધું. નોમિનેટેડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ (NMP)માં, ભારતીય મૂળના વકીલ અને સિંગાપોરના સિક્યોરિટીઝ એસોસિએશનના પ્રમુખ રાજ જોશુઆ થોમસ માટે આ બીજી ટર્મ છે.

અન્ય તમામ આઠ NMP પ્રથમ વખત છે. NMPsની નિમણૂક અઢી વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવે છે. સંસદમાં સમુદાયના મંતવ્યોનું વ્યાપક પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા NMP યોજના 1990 માં રજૂ કરવામાં આવી હતી. દરેક સંસદમાં વધુમાં વધુ નવ NMPની નિમણૂક કરી શકાય છે.
અન્ય બે ભારતીય મૂળના પારેખ નિમિલ રજનીકાંત, NMP સિંગાપોર ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ અને એક્વિઝિશન ફર્મ પેગાસસ એશિયાના CEO અને ચંદ્રદાસ ઉષા રાની, કલા ઈતિહાસકાર, ટેક્સ વકીલ અને પ્લુરલ આર્ટ મેગેઝિનના સહ-સ્થાપક છે.