આ છે રેલવેની પ્રથમ 'કરોડપતિ' મહિલા TTE! જેમણું નામ રોજલિન મેરી છે. તેમણે એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધારેનો દંડ વસુલ્યો છે. રેલવે મંત્રાલય કરી ચૂક્યું છે આ મહિલાની પ્રશંસા 

રોજલિન મેરી દક્ષિણી રેલવેમાં ફરજ બજાવી રહી છે.  મુખ્ય ટિકિટ નિરીક્ષક રોજલિન ઓરોકિયા મેરીએ ટ્રેનમાં વગર ટિકિટ યાત્રા કરી રહેલા લોકો પર દંડ લગાવીને એક વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધારે વસુલી કરી છે. જણાવી દઈએ કે એક વર્ષમાં 1 કરોડ રૂપિયા દંડ તરીકે વસુલનાર પહેલી મહિલા ટીટી બની છે. આ પહેલા પુરૂષ ટીટીએ વર્ષમાં ભલે 1 કરોડ રૂપિયા વસુલ્યા હોય પરંતુ મહિલા ટીટી દ્વારા આમ પહેલી વખત કરવામાં આવ્યું છે. તેમણે દંડના રૂપમાં કુલ 1.03 કરોડ રૂપિયા વસુલ્યા છે. 

 

You Might Also Like