બેંગ્લોર રેલ્વે સ્ટેશન પર ઉદ્યાન એક્સપ્રેસમાં લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
ટ્રેનમાં આગની માહિતી મળતા ફાયર બ્રિગેડ અને નિષ્ણાતો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
બેંગ્લોરના સાંગોલી રાયન્ના રેલવે સ્ટેશન પર એક એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હતી. ઉદ્યાન એક્સપ્રેસ સ્ટેશન પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે આગ લાગી હતી. મુસાફરો ટ્રેનમાંથી ઉતર્યાના બે કલાક બાદ આ ઘટના બની હતી.

આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને નિષ્ણાતો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. દક્ષિણ પશ્ચિમ રેલવેએ કહ્યું કે આ મામલે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
ટ્રેનમાં આગની માહિતી મળતા ફાયર બ્રિગેડ અને નિષ્ણાતો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જો કે આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.