પૂરના કારણે આસામમાં સ્થિતિ ગંભીર, બ્રહ્મપુત્રા નદી ખતરાના નિશાનને પાર કરી
આસામમાં પૂરની સ્થિતિ વિકટ છે. અવિરત વરસાદને કારણે બ્રહ્મપુત્રા અને તેની સહાયક નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ડિબ્રુગઢમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર તેના ખતરાના નિશાનને વટાવી ગયું છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તેમના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે ઘર છોડીને સલામત સ્થળે જવાની ફરજ પડી છે. અત્યાર સુધીમાં છ જિલ્લાઓમાં 53,000થી વધુ લોકો પૂરના કારણે ફસાયેલા છે. અંદાજે 3,000 હેક્ટર પાક વિસ્તાર ડૂબી ગયો છે. સ્થાનિક લોકો પૂરગ્રસ્ત વિસ્તારમાંથી બહાર નીકળીને શેરીઓમાં રહેવા મજબૂર બન્યા છે.