એક તોલાના ભાવ 60 હજાર રૂપિયાએ પહોચ્યા 

એક્સપોર્ટના જણાવ્યા અનુસાર સોનાની કિંમત 62 હજાર પહોંચે તેવી શક્યતા

અમેરિકામાં શરૂ થયેલી બેન્કિંગ કટોકટી અને ડામાડોળ સ્થિતિ હવે દુનિયાના અન્ય દેશોમાં પણ ફેલાતી હોય તેવી સ્થિતિ સર્જાય છે. જેને લઈને ભારતીય શેર બજારમાં મોટાપાયેએ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં ભારતના રોકાણકારો માટે સોનુંએ પસંદગીનો વિકલ્પ છે પરંતુ હાલ સોનાની કિંમતમાં પણ જોરદાર ઉછાળો આવી રહ્યો છે એને 10 ગ્રામના એટલે કે એક તોલાના 60 હજાર રૂપિયા સુધીના ભાવ નોંધાયો છે.

સોનાના ભાવમાં આવેલા ઉછાળા મામલે માર્કેટ એક્સપોર્ટ જણાવ્યું કે સોનાની કિંમતનો વધારો અમેરિકા અને અન્ય દેશોના બેન્કિંગ ક્ષેત્રે સંકટ, તથા ડોલરની નબળાઈ અને સેફ રોકાણની માંગ, શેર બજારમાં ઉતારચડાવ સહિતના કારણો જવાબદાર છે. શેરબજારમાં ઘટાડાને લઈને લોકો રોકાણ માટે સોનાને પસંદ કરી રહ્યા છે. જેથી સોનાને મળેલા સમર્થનને પગલે એક સપ્તાહ પહેલા સોનુ 55 હજારના ભાવ પર સ્થિર હતું. જે હાલ 60,065 સ્થિર થયું છે.

એક્સપોર્ટના જણાવ્યા અનુસાર સોનાની કિંમતમાં આગામી સપ્તાહમાં હજી પણ વધારો યથાવત રહે તેવું સંકેતો જોવા મળી રહ્યા છે અને સોનું એ 62000 ને પહોંચે તેવું લાગી રહ્યું છે. 

You Might Also Like