સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે વિજય માલ્યા અને નીરવ મોદી જેવા ભાગેડુ આર્થિક ગુનેગારોને રોકવા માટે સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યા છે. રાજ્યસભામાં નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે માલ્યા અને મોદી જેવા 19 કેસમાં 15,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મિલકત જાહેર ક્ષેત્રની બેંકોને પરત કરવામાં આવી છે. આ છેતરપિંડીઓમાં સામેલ રૂ. 40,000 કરોડમાંથી આ ત્રીજા ભાગથી વધુ છે.

આ આર્થિક અપરાધીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા હતા

મંગળવારે રાજ્યસભામાં માહિતી આપતા, નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ફ્યુજિટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ, 2018 (FEOA) હેઠળ 19 લોકો વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જેમાંથી 10 લોકો વિજય માલ્યા, નીરવ મોદી, નીતિન જયંતિલાલ સાંડેસરા, ચેતન જયંતિલાલ સાંડેસરા, દીપ્તિ ચેતન જયંતિલાલ સાંડેસરા, હિતેશ કુમાર નરેન્દ્રભાઈ પટેલ, જુનેદ ઈકબાલ મેમણ, હજરા ઈકબાલ મેમણ, આસિફ ઈકબાલ મેમણ અને રામચંદ્રન વિશ્વનાથનને ભાગેડુ આર્થિક જાહેર કરવામાં આવ્યા છે.

Nirmala Sitharaman slams Rahul Gandhi over remark on Centre's policy on  China | India News - Times of India

છેતરપિંડીની રકમ 40,000 કરોડથી વધુ છે

તેમણે જણાવ્યું કે આ મામલામાં છેતરપિંડીની રકમ 40,000 કરોડ રૂપિયાથી વધુ છે. PMLA હેઠળ રૂ. 15,113.02 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને જાહેર ક્ષેત્રની બેન્કોને પરત કરવામાં આવી છે. મંત્રીએ માહિતી આપી હતી કે FEOના સંદર્ભમાં FEOA હેઠળ રૂ. 873.75 કરોડની સંપત્તિ પણ જોડવામાં આવી છે. ED દ્વારા અત્યાર સુધીમાં ચાર આર્થિક અપરાધીઓને ભારત મોકલવામાં આવ્યા છે અથવા પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે.

બીજી તરફ, ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના કાકા મેહુલ ચોકસીની માલિકીની ગીતાંજલિ જેમ્સ અનેક બેંકોના વિલફુલ ડિફોલ્ટર છે. 31 માર્ચ, 2023 સુધીમાં, ગીતાંજલિ જેમ્સ પર બેંકોના 8,738 કરોડ રૂપિયા બાકી હતા. ટોચના 50 વિલફુલ ડિફોલ્ટરોએ 31 માર્ચના રોજ બેંકોના રૂ. 87,295 કરોડના બાકી લેણા છે. નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે પણ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ અંગે માહિતી આપી હતી.

You Might Also Like