જો કે આધાકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ૩૧ માર્ચ જ રહેશે.

જો તમે હજુ સુધી તમારું વોટર આઈડી કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું ન હોય તો સમય કાઢીને પહેલા કરાવી લો. કારણ કે કેન્દ્ર સરકારે મતદાર ઓળખ પત્રને આધાર સાથે જોડવા મામલે મોટી રાહત આપી છે. સરકારે વોટર આઈડીને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા એક વર્ષ આગળ વધારી છે. સરકારનું આ પગલું અનેક લોકોને રાહત આપનારું રહેશે. જે લોકોએ વોટર આઈડીને આધાર સાથે લિંક કરાવ્યું છે તેમણે સારું કામ કર્યું છે અને જે લોકોએ હજુ સુધી આ કામ પૂરું કર્યું નથી તેમના માટે કેન્દ્ર સરકારે સમયમર્યાદા એક વર્ષ સુધી લંબાવી છે.

ઘરે બેઠા આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડને લિંક કેમ કરવું?
સ્ટેપ બાય સ્ટેપ માહિતી
ઘરે બેઠા પણ તમે વોટર આઈડી આધાર સાથે લિંક કરાવી શકો છો. આ માટે ઓનલાઈન માધ્યમથી લિંક કરાવવાની પ્રોસેસ જાણો...

સ્ટેપ 1- રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (એનવીએસપી) ની અધિકૃત વેબસાઈટ nvsp.in પર જાઓ.

સ્ટેપ- 2- પોર્ટલ પર લોગ ઈન કરો અને હોમ પેજ પર 'સર્ચ ઈન ઈલેક્ટોરલ રોલ' વિકલ્પ પર જાઓ.

સ્ટેપ 3- વ્યક્તિગત માહિતી આપો અને આધાર નંબર નાખો.

સ્ટેપ 4- આધાર વિગતો નાખ્યા બાદ યૂઝરને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કે ઈમેઈલ પર ઓટીપી મળશે.

સ્ટેપ 5- વેરિફિકેશન કરવા માટે ઓટીપી નાખો. એકવાર થઈ ગયા બાદ તમારું વોટર આઈડી એ આધાર સાથે લિંક થઈ જશે.

You Might Also Like