પાકિસ્તાનની સરહદને અડીને આવેલા પંજાબમાં પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. પંજાબ પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા પંજાબના ડ્રગ્સ સ્મગલરો પાસેથી ભારતીય સૈન્ય છાવણીઓ વિશેની મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવાનું ષડયંત્ર બહાર આવ્યું છે. ISI એ ડ્રગ સ્મગલરો સાથે ડીલ કરી છે કે તમે અમને ભારતીય સૈન્ય છાવણીઓ વિશે મહત્વપૂર્ણ માહિતી આપો અમે તમને હેરોઈન અને હથિયારો આપીશું.

પટિયાલા જેલમાં બંધ ડ્રગ અને આર્મ્સ સ્મગલર અમરીક સિંહની પોલીસ પૂછપરછ અને મોબાઈલ ફોરેન્સિક તપાસ બાદ પાકિસ્તાનના આ ષડયંત્રનો ખુલાસો થયો છે. પૈસા અને ડ્રગ્સના બદલામાં, અમરીક સિંહ પર હિમાચલ પ્રદેશના યોલ આર્મી કેન્ટ વિસ્તારના નકશા, ફોટોગ્રાફ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના એજન્ટ શેર ખાનને મોકલવાનો આરોપ છે.

માહિતી મોકલવા માટે વિદેશી નંબરના સિમનો ઉપયોગ

કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને આ માહિતી મોકલવા માટે વિદેશી નંબરના સિમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સૈન્ય લક્ષ્યોની માહિતીના બદલામાં સરહદ પારથી દાણચોરોને હેરોઈન, હથિયારો અને નાણાં સતત મોકલી રહી છે. પટિયાલાના રહેવાસી ડ્રગ સ્મગલર અમરીક સિંહની પૂછપરછ દરમિયાન આ ખુલાસો થયો છે.

J&K infiltration: Cache of arms, heroin recovered by Indian Army |

2022માં મોબાઇલ પરથી 140 પેજની ફાઇલ મોકલવામાં આવી

એવું બહાર આવ્યું છે કે 7 જૂન, 2022 ના રોજ ડ્રગ સ્મગલર અમરીક સિંહે આઈએસઆઈ એજન્ટ શેર ખાનને મોબાઈલ દ્વારા 140 પાનાની એક ફાઇલ પાકિસ્તાન મોકલી હતી, જેમાં હિમાચલ પ્રદેશમાં સ્થિત યોલ આર્મી કેન્ટ વિસ્તાર સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી હતી. ડ્રગ સ્મગલર અમરીક સિંહ નવેમ્બર 2022થી પટિયાલા જેલમાં બંધ છે અને ત્યારથી તેની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાને ડ્રોન દ્વારા બે AK-47 રાઈફલ અને ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ મોકલ્યો હતો

પંજાબ પોલીસના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતીય સૈન્ય ઠેકાણાઓની માહિતીના બદલામાં પાકિસ્તાનથી ડ્રોન મારફતે અમરીક સિંહને બે એકે-47 રાઈફલ, કારતૂસ અને ડ્રગ્સનો મોટો કન્સાઈનમેન્ટ મોકલવામાં આવ્યો હતો.

You Might Also Like