મરાઠા આરક્ષણ પર શરદ પવારનું મોટું નિવેદન, કેન્દ્ર સમક્ષ મુકી આ માંગ
એનસીપી પ્રમુખ શરદ પવારે કેન્દ્રને વિનંતી કરી છે કે ક્વોટા પરની 50 ટકાની મર્યાદા દૂર કરે અને વધુ સમુદાયોને સામેલ કરીને તેમાં 15-16 ટકાનો વધારો કરે. તેમણે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણને કેન્દ્રમાં રાખીને આ માંગણી કરી છે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા NCP ચીફે કહ્યું, 'કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે ઈન્ડિયા એલાયન્સની બેઠક યોજી છે. 28 વિપક્ષી દળોના આ જૂથનું લક્ષ્ય 2024માં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મોદી સરકારને સત્તા પરથી હટાવવાનું છે.
રાજ્યમાં મરાઠા સમુદાય સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની માંગ કરી રહ્યો છે. તેમણે કહ્યું, 'કેટલાક લોકો કહે છે કે ઓબીસી ક્વોટામાં વધુ લોકોને (સમુદાય) ઉમેરવા એ આ ક્વોટાના ગરીબ લોકો સાથે અન્યાય કરવા જેવું હશે. આને અવગણી શકાય નહીં.

NCPના વડાએ વધુમાં જણાવ્યું હતું કે, "કેન્દ્ર સંસદમાં વર્તમાન 50 ટકા અનામતમાં સુધારો કરે અને તેમાં વધુ 15-16 ટકાનો ઉમેરો કરે." તેમણે કહ્યું કે અહીં ઓબીસી અને અન્ય સમુદાય વચ્ચે કોઈ તફાવત ન હોવો જોઈએ.
ગયા અઠવાડિયે, જાલના જિલ્લાના અંતરવાલી સારથી ગામમાં તોફાનીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડ્યા પછી મરાઠા આરક્ષણ ફરી ધ્યાન પર આવ્યું. આ દરમિયાન લગભગ 40 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને 15 થી વધુ રાજ્ય પરિવહનની બસો સળગાવી દેવામાં આવી હતી.