સુરક્ષા દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસે 2 આતંકવાદીઓને ઠાર કર્યા, ઘૂસણખોરીનો કરી રહ્યા હતા પ્રયાસ
જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભારતીય સેના, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આજે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ બુધવારે આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા જેને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવ્યો હતો. માહિતી આપતાં, સેનાએ કહ્યું છે કે ભારતીય સેના, BSF અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, કુપવાડાના માછલ સેક્ટરમાં એલઓસી પર કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળી હતી, જેને સતર્ક કરવામાં આવતા સૈનિકોએ આજે સવારે ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી છે.
હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
જણાવી દઈએ કે સેનાએ ગોળીબારના સ્થળેથી 04 AK-47 રાઈફલ્સ, 06 હેન્ડ ગ્રેનેડ અને અન્ય ઘણી યુદ્ધ વસ્તુઓ મળી આવી છે. દરમિયાન, કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે બંને આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જેકે પોલીસે કર્યું ટ્વિટ
કાશ્મીર ઝોન પોલીસના ADGP કાશ્મીરે કહ્યું, "સેના, કુપવાડા પોલીસ અને BSF દ્વારા સંયુક્ત ઓપરેશનમાં, મચ્છલ સેક્ટરમાં બે આતંકવાદીઓને નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. હથિયારો અને દારૂગોળો સાથે આતંકવાદીઓના બે મૃતદેહ મળી આવ્યા છે." ઓપરેશન ચાલુ છે."
આ પહેલા મંગળવારે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં ઓછામાં ઓછા બે બિન-સ્થાનિક મજૂરો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ઘાયલોને SMHS શ્રીનગર લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે.