ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે શનિવારે તેનું પ્રથમ સૂર્ય મિશન 'આદિત્ય એલ-1' લોન્ચ કર્યું હતું. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ના રોકેટ PSLV-C57 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLV-C57 દ્વારા આદિત્ય-L1 પ્રક્ષેપણ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. પીએસએલવીએ ઉપગ્રહને તેની ઇચ્છિત ભ્રમણકક્ષામાં ચોક્કસ રીતે મૂક્યો છે. અને હવે ભારતની સૌપ્રથમ સૌર વેધશાળાએ સૂર્ય-પૃથ્વી લેગ્રાંગિયન (L1) બિંદુના ગંતવ્ય સ્થાન સુધી તેની યાત્રા શરૂ કરી છે. ઈસરોએ તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.

પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા

આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ઈસરોના વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે તેની અવકાશ યાત્રા ચાલુ રાખી છે. અમારા વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને અભિનંદન. ભારતના પ્રથમ સૌર મિશન આદિત્ય-એલ1ના સફળ પ્રક્ષેપણ માટે ISROને પણ અભિનંદન. સમગ્ર માનવતાના કલ્યાણ માટે બ્રહ્માંડની વધુ સારી સમજણ વિકસાવવા માટે અમારા અથાક વૈજ્ઞાનિક પ્રયાસો ચાલુ રહેશે.
 

You Might Also Like