મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ બંગાળી દૈનિકના પૂર્વ સંપાદકને પોલીસે કરી ધરપકડ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ બરાક વેલીમાં અગ્રણી બંગાળી દૈનિકના ભૂતપૂર્વ સંપાદક અતિન દાસની ધરપકડ કરવામાં આવી છે. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. એક પોલીસ અધિકારીએ શનિવારે આ માહિતી આપી હતી.
કોંગ્રેસના નેતાએ ફરિયાદ નોંધાવી હતી
સબ-ઇન્સ્પેક્ટર ફારૂક હુસૈને ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે અતિન દાસ વિરુદ્ધ એફઆઈઆર કોંગ્રેસ નેતા સમસુદ્દીન બર્લાસ્કરે હૈલાકાંડી સદર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ એફઆઈઆરના આધારે અતિનની શુક્રવારે કચર જિલ્લાના સિલચર સ્થિત તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

મહાત્મા ગાંધીના યોગદાન પર ઉઠાવવામાં આવ્યો સવાલ
પૂર્વ સંપાદકે 14 ઓગસ્ટે વિભાજન સ્મૃતિ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેમણે કથિત રીતે આઝાદીમાં મહાત્મા ગાંધીના યોગદાન પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમના પર વસ્તીના એક વર્ગને ખુશ કરવાનો આરોપ લગાવ્યો હતો.
18 ઓગસ્ટે FIR દાખલ કરવામાં આવી હતી
આ કેસના તપાસ અધિકારી ફારૂક હુસૈને જણાવ્યું હતું કે, "ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ 18 ઓગસ્ટે હૈલાકાંડી સદર પોલીસ સ્ટેશનમાં અતિન વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેના આધારે, તેના સિલચરના નિવાસસ્થાનેથી તેની ધરપકડ કરવામાં આવી હતી." બાદમાં તેમને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.