ડુંગળી પકવતા ખેડૂતોને ૭૦ કરોડની સહાય આપાશે : રાઘવજી પટેલ
બટેટાના એક્સ્પોર્ટ પર પણ અપાશે સહાય
રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકમાં થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ ડુંગળી અને બટાકાના ભાવો મામલે વિધાનસભામાં મોટી જાહેરાત કરવામાં આવી છે.
રાજ્ય સરકારે ખેડૂતોને 70 કરોડની સહાયની જાહેરાત કરી છે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાંથી જાહેરાત કરતા જણાવ્યું છે કે, ‘ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામા આવશે. ખેડૂતોને 70 કરોડની સહાય આપવામાં આવશે. ખેડૂત દીઠ વધુમાં વધુ 500 કીલો માટે સહાય મળશે. સરકાર એક કિલોએ 2 રૂપિયાની સહાય આપશે. બટાકા અન્ય દેશમાં એક્સપોર્ટ કરવા પર 25 ટકા સહાય આપવામાં આવશે. લાલ ડુંગળી માટે સરકારે આ જાહેરાત કરી છે.
વધુમાં કૃષિમંત્રીએ જણાવ્યુ કે ખેતીમાં થયેલા નુકશાનનો કરાશે સર્વે
આ સાથે જ કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્યમાં ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર કમોસમી વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરાવશે. રાજ્યભરમાં ખેતીમાં થયેલા નુકશાનનો સર્વે માટે રાજ્ય સરકારે આદેશ કર્યા છે.