કોરોનામાં એન્ટીબાયોટિક્સ દવા ન વાપરતાં, દર્દીઓ માટે કેન્દ્ર સરકારે જારી કરી ગાઈડલાઈન્સ, ક્યારે ઉપયોગ કરવો તે પણ જણાવ્યુ
કેન્દ્ર તરફથી કોરોનાગ્રસ્ત દર્દીઓને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી કેસ વધારે ગંભીર ન હોય ત્યાં સુધી એન્ટીબાયોટિક્સ દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
- એન્ટીબાયોટિક્સ દવાઓનો ઉપયોગને લઈને ડોક્ટર્સને પણ આપવામાં આવ્યાં છે સૂચનો
દેશમાં વધી રહેલા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખતાં કેન્દ્રએ નવી ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં કહ્યું છે કે પુખ્ત વયનાં કોરોના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે એન્ટીબોયટિક દવાઓ જેવી કે લોપીનાવીર-રીતોનાવીર. હાઈડ્રોક્લોરિન, આઈવરમેક્ટીન, ફેવિપીરાવીર, એઝિથ્રોમાસીન અને ડોક્સીસાયકલિન વગેરેનો ઉપયોગ થવો જોઈએ નહીં.
- રેમડેસિવર અંગે પણ સરકારે જણાવ્યુ
ગંભીર રોગ કે જેમાં વધારો થવાની સંભાવના દેખાતી હોય તેવા સમયે રેમડેસિવરનો ઉપયોગ વધુમાં વધુ 5 દિવસ સુધી કરી શકાશે. જેમને મધ્યમ કે વધારે ગંભીર લક્ષણો હોય કે જેમનામાં રિસ્ક વધારે જોવા મળે (ઓક્સિજનની જરૂર હોય)પરંતુ IMV કે ECMO પર ન હોય તેવા દર્દીઓનાં લક્ષણનાં શરૂઆતી 10 દિવસમાં જ તે શરૂ કરવી જોઈએ.
- કોવિડ-19 નેશનલ ટાસ્ક ફોર્સે સુધારેલી ક્લિનિકલ માર્ગદર્શિકા કરી જારી
નેશનલ ટાસ્ક ફોર્સના જણાવ્યા અનુસાર, એન્ટિ-વાયરલ દવાઓના ઉપયોગ અંગે, સુધારેલી માર્ગદર્શિકા લોપીનાવીર-રિતોનાવીર, હાઇડ્રોક્સીક્લોરોક્વિન (HCQ), આઇવરમેક્ટીન, મોલાનુપીરાવીર, ફેવિપીરાવીર, એઝિથ્રોમાસીન અને ડોક્સીસાઇકલિન જેવી દવાઓનો ઉપયોગ ન કરવાની ભલામણ કરે છે. COVID-19 પર નેશનલ મોનિટરિંગ ગ્રૂપ પુખ્ત COVID-19 દર્દીઓની સારવાર માટે પ્લાઝ્મા થેરાપીનો ઉપયોગ ન કરવાની સલાહ આપે છે.