લોકો સ્વાસ્થ્ય બનાવવા માટે ગાય કે ભેંસનું દૂધ પીવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગાય અને ભેંસના દૂધ કરતાં બકરીનું દૂધ વધુ ફાયદાકારક છે. તેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને સુધરે છે.

બકરીના દૂધમાં સારી માત્રામાં મેગ્નેશિયમ જોવા મળે છે જે હૃદય માટે ખાસ ફાયદાકારક માનવામાં આવે છે.મેગ્નેશિયમ હૃદયના ધબકારા જાળવવામાં મદદરૂપ છે.આ સિવાય ડોક્ટરોના જણાવ્યા અનુસાર તેમાં કોલેસ્ટ્રોલ ઓછું જોવા મળે છે.

બકરીના દૂધમાં બળતરા વિરોધી ગુણો જોવા મળે છે, જે તમારા શરીરના સોજાને ઘટાડવામાં મદદ કરી શકે છે.

Goat Milk Benefits: Why You Should Drink It This Season | HerZindagi

બકરીનું દૂધ સરળતાથી પચી જાય છે. બકરીના દૂધમાં મળતું પ્રોટીન ગાયના દૂધમાં મળતા પ્રોટીન કરતાં ઝડપથી પચી જાય છે. તેમાં લેક્ટોઝ ઓછું હોય છે. તે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

તે હાડકાંને પણ મજબૂત બનાવે છે.કારણ કે તેમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે.તેમાં મેગ્નેશિયમ અને ફોસ્ફરસ પણ હોય છે, આ તમામ તત્વો હાડકાંને સ્વસ્થ રાખવાનું કામ કરી શકે છે.

બકરીનું દૂધ શરીરના વિકાસની સાથે મગજના વિકાસને પ્રોત્સાહન આપે છે.લિનોલીક એસિડ તેમાં જોવા મળે છે.લિનોલીક એસિડ મગજના વિકાસને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે.તે ચિંતાને દૂર કરવામાં પણ મદદ કરે છે.

બકરીનું દૂધ વિટામિન A નો ઉચ્ચ સ્ત્રોત છે. જો તેનું રોજ સેવન કરવામાં આવે તો તે મોતિયા જેવા રોગોનું જોખમ ઘટાડી શકે છે.

You Might Also Like