માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીને મોટી રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટે અફઝલ અંસારીને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. હાલમાં, કોર્ટે ગેંગસ્ટર કેસમાં ચાર વર્ષની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે. તમને જણાવી દઈએ કે ગાઝીપુરના MP MLA કોર્ટે ગેંગસ્ટર કેસમાં ચાર વર્ષની સજા સંભળાવી છે. હાલ અફઝલ અંસારી ગાઝીપુરમાં બંધ છે. દોષિત ઠેરવવામાં આવતા અફઝલ અંસારીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. અફઝલે સજા પર સ્ટે અને જામીન પર મુક્ત કરવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી.

How was the lock of Afzal Ansari bungalow broken Neither the police nor the  municipal corporation is able to tell - अफजाल अंसारी के बंगले का कैसे टूटा  ताला, चोरी हुई या

સંસદ સભ્યપદ પાછું નહિ મળે

અફઝલને જામીન પર મુક્ત કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં કોર્ટે સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો છે. જેના કારણે તેમનું સંસદ સભ્યપદ પાછું નહિ મળે. અફઝલે ગેંગસ્ટર કેસમાં મળેલી 4 વર્ષની સજા પર રોક લગાવવા અને જામીન પર જેલમાંથી મુક્ત થવાની માંગ કરી હતી, જેના પર જસ્ટિસ રાજબીર સિંહની સિંગલ બેન્ચે ચુકાદો આપ્યો હતો.

સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે 12 જુલાઈના રોજ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 29 એપ્રિલના રોજ, અફઝલ અંસારીની લોકસભાની સદસ્યતા ગાઝીપુર કોર્ટ દ્વારા ગેંગસ્ટર કેસમાં 4 વર્ષની સજાને કારણે રદ કરવામાં આવી હતી.

You Might Also Like