ખાલિસ્તાની હરવિંદર સિંહ સંધુ સહિત છને ભાગેડુ ગુનેગાર જાહેર, NIA કોર્ટનો નિર્ણય
નવી દિલ્હીમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની વિશેષ અદાલતે છ ગેંગસ્ટરોને ગુનેગાર જાહેર કર્યા છે. આ ગેંગસ્ટરો કેનેડા અને પાકિસ્તાનમાંથી ગુના કરે છે. જે ગેંગસ્ટરોને ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે તેમાં કેનેડા સ્થિત અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલા, રમનદીપ સિંહ ઉર્ફે રમન જજ, લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડાનો સમાવેશ થાય છે. સાથે જ પાકિસ્તાનમાં રહેતા હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા, લખબીર સિંહ રોડે અને વાધવા સિંહ બબ્બરને પણ ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે.

ક્યાં ગુનેગાર જાહેર કરવામાં આવ્યા છે
આઈપીસીની કલમ 82 હેઠળ તે આરોપીઓને 'ઘોષિત અપરાધી' તરીકે જાહેર કરવામાં આવે છે જેઓ કોર્ટની કાર્યવાહીમાંથી ફરાર થઈ જાય છે. ત્યારબાદ કોર્ટ સંબંધિત કાયદા અમલીકરણ અધિકારીઓને ઘોષિત ગુનેગારને પકડવા અને તેને કોર્ટમાં રજૂ કરવાનો નિર્દેશ આપે છે. ઘોષિત ગુનેગારની વિગતો પણ અખબારોમાં પ્રસિદ્ધ થાય છે. આઇપીસીની કલમ 70 હેઠળ ઘોષિત ગુનેગાર સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે છે