જમ્મુ અને કાશ્મીરના પુંછ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. જવાનોએ 2 ઘુસણખોરોને ઠાર કર્યા છે. સેનાએ ઓપરેશન બહાદુર શરૂ કર્યું હતું, જે અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

પોલીસે સેના સાથે મળીને હંદવાડામાં 2 આઈઈડી કબજે કર્યા છે
પોલીસે આર્મી સાથે સંયુક્ત ઓપરેશનમાં હંદવાડાના વોધપુરા જંગલ વિસ્તારમાંથી 2 IED મળી આવ્યા છે.

3 Pak Infiltrators Shot Along Line Of Control In Jammu And Kashmir

સેનાએ હંદવાડા પોલીસ સાથે મળીને વહેલી સવારે વોધપુરાના જંગલમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં NH 701 નજીક વોધપુરા રિજ પરથી લગભગ 5 અને 7 કિલોના બે IED મળી આવ્યા હતા.

સુરક્ષા દળોએ તાત્કાલિક વિસ્તારને ઘેરી લીધો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અન્ય કોઈ IED અથવા આતંકવાદીઓ છુપાયા હોવાની શક્યતાને કારણે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા દળોની સંયુક્ત ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહીથી આ વિસ્તારમાં મોટી ઘટના ટળી હતી.

You Might Also Like