IPL 2023નો આવતીકાલ એટલે કે 31 માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. વાત જાણે એમ છે કે, આવતીકાલની IPL મેચને લઈ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ આવતીકાલે પ્રથમ મેચના દિવસે IPLની ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા પરફોર્મન્સ કરશે.  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2023ની પ્રથમ મેચ રમાશે. આ તરફ હવે મેચ પહેલા સ્ટેડિયમની બહાર ટી-શર્ટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં મુંબઈ, દિલ્લી અને કોલકાતાના વેપારીઓ ટી-શર્ટનું વેચાણ કરવા આવી પહોંચ્યા છે. જેમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીની ટી-શર્ટ હોટ ફેવરિટ હોવાનું સામે આવ્યું છે. 

You Might Also Like