17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક દોષિત જાહેર, કોર્ટ પરિસરમાં વકીલોએ ફાંસી આપો, ફાંસી આપોના લગાવ્યા નારા
- 17 વર્ષ જુના કેસમાં આજે આવ્યો ચુકાદો
- ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી હતી
પ્રયાગરાજ એમપી-એમએલએ કોર્ટે કેસના દરેક આરોપીને દોષી જાહેર કર્યા
25 જાન્યુઆરી 2005એ બસપા ધારાસભ્ય રાજૂ પાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં અતીક અહમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ સામે આવ્યા હતા. જ્યારે ચાર અજાણ્યા શખ્સો આરોપી હતા.આ કેસમાં રાજૂ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006એ અપહરણ થયું હતું. તેનો આરોપ અતીક અહમદ અને તેના સાથીઓ પર લગાવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની સાથે મારઝુડની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ કેસમાં 11 આરોપીના નામો..
અતીક અહમદ ઉપરાંત કેસમાં અશરફ, દિનેશ પાસી, અંસારા અહમદ ઉર્ફ અંસારા બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને અઝાઝ અખ્તર આરોપી છે. આ આરોપી અંસાર અહમદની મોત થઈ ચુકી છે. અતીક અહમદ અશરફ અને ફરહાન જેલમાં છે. બાકી આરોપી જામીન પર છે.
પ્રયાગરાજની એમપી-એમએલએ કોર્ટે 17 માર્ચે સુનાવણી પુરી કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જજ ડીસી શુક્લાએ 23 માર્ચે અતીકને રજૂ કરવા માટેનો આદેશ જાહેરા કર્યો હતો.