ચંદ્ર પર 'હિન્દુસ્તાન ઝીંદાબાદ':ચન્દ્રયાન-3નું ચન્દ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ, તાળીઓના ગડગડાટથી વધામણી
ભારતે ઈતિહાસ રચ્યો છે. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે. ચંદ્રના આ ભાગ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે. આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને જ આ સફળતા મળી છે.
હવે બધા વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર આવવાની રાહ જોઈ રહ્યા છે. ધૂળ સ્થિર થયા પછી તે બહાર આવશે. વિક્રમ અને પ્રજ્ઞાન એકબીજાનો ફોટો પાડીને પૃથ્વી પર મોકલશે.
તો આ રેકોર્ડ રશિયાના નામે થઈ ગયો હશે, ભારત પહેલા રશિયા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લુના-25 વાહન ઉતારવાનું હતું. આ લેન્ડિંગ 21 ઓગસ્ટે થવાનું હતું, પરંતુ છેલ્લી ભ્રમણકક્ષા બદલતી વખતે તે પાથથી ભટકી ગયું અને ચંદ્રની સપાટી પર ક્રેશ થયું.

ચંદ્રયાન-3 આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી 14 જુલાઈના રોજ સવારે 3.35 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રની સપાટી પર ઉતરવામાં તેને 41 દિવસ લાગ્યા હતા. પૃથ્વીથી ચંદ્રનું કુલ અંતર 3 લાખ 84 હજાર કિલોમીટર છે.
જ્યારે આપણી આંખોની સામે આવી ઘટના જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય બની જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓના મહાસાગરને પાર કરવાની છે. આ ક્ષણ 140 કરોડ ધડકનોની સામર્થ્યની છે. આ ક્ષણ ભારતના ઉદયમાન ભાગ્યના આહવાનની છે. અમૃતકાળમાં સફળતાની અમૃતવર્ષા થઈ છે.
મિશનની સફળતા માટે દેશમાં જ નહીં, વિદેશમાં પણ અલગ-અલગ જગ્યાએ હવન કરવામાં આવી રહ્યા છે. વૈષ્ણોદેવી ગુફામાં આજ સવારથી મિશનની સફળતા માટે પૂજા શરૂ થઈ ગઈ છે. આ પૂજા ચંદ્રયાન-3 લેન્ડ થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે.

50 વૈજ્ઞાનિકે દિવસ-રાત ઉજાગરા કર્યા, કમાન્ડ સેન્ટરમાં ઉત્સાહનું વાતાવરણ
બેંગલુરુમાં ISROના ટેલિમેટ્રી એન્ડ કમાન્ડ સેન્ટર (ISTRAC)ના મિશન ઓપરેશન કોમ્પ્લેક્સ (MOX)માં, 50થી વધુ વૈજ્ઞાનિકોએ કોમ્પ્યુટર્સ પર ચંદ્રયાન-3થી મળેલા ડેટાનું વિશ્લેષણ કરવામાં આખી રાત વિતાવી. તેઓ લેન્ડરને ઈનપુટ મોકલી રહ્યા છે, જેથી લેન્ડિંગ સમયે ખોટા નિર્ણયો લેવાની કોઈ ચૂક જ ન રહે.
દરેક વ્યક્તિ સાંકેતિક ભાષામાં વાત કરી રહી છે. કમાન્ડ સેન્ટરમાં ઉત્સાહ અને ચિંતાનું મિશ્ર વાતાવરણ છે. ISROના વૈજ્ઞાનિકો બેંગલુરુમાં ISRO ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક (ISTRAC) અને બ્યાલાલુ ગામમાં ભારતીય ડીપ સ્પેસ નેટવર્ક તેમજ જર્મની, ઓસ્ટ્રેલિયામાં યુરોપિયન સ્પેસ એજન્સીના સ્ટેશન અને નાસાના ડીપ સ્પેસ નેટવર્કમાંથી રિયલ-ટાઇમ ડેટા મેળવીને વેરિફિકેશન કરી રહ્યા છે.