હિમાચલમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ, હવામાન વિભાગે 21 થી 24 સુધી લોકોને કર્યા એલર્ટ
હિમાચલ પ્રદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સતત ભારે વરસાદને કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ભારે વરસાદની સાથે ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે. અને આ પરિસ્થિતિ જલ્દી સુધરવાની શક્યતા દેખાતી નથી. કારણ કે હવામાન વિભાગે આજથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 21 ઓગસ્ટ એટલે કે આજે માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે હવામાન વિભાગે 22 થી 24 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
26 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગે 26 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી જાહેર કરી છે. આ વરસાદને કારણે નદી-નાળાના જળસ્તરમાં વધારો થઈ શકે છે. આનાથી ઉભા પાક, ફળના ઝાડ અને છોડને નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશના ચંબા અને મંડી જિલ્લામાં અચાનક પૂરને કારણે જાનમાલના નુકસાનની ચેતવણી પણ જારી કરી છે.

કોલડમમાં પાણીનું સ્તર વધવાથી 10 લોકો ફસાયા છે
અવિરત વરસાદ અને પાણીના સ્તરમાં વધારો થવાને કારણે રવિવારે મનાલીના કોલદામમાં 10 લોકો ફસાયા હતા. આ 10 લોકોમાંથી 5 સ્થાનિક અને 5 વન વિભાગના કર્મચારીઓ છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ અનુસાર, એનડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમે આજે સવારે લગભગ 3 વાગ્યે કોલદામમાં ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. આ માહિતી મંડીના ડીસી અરિંદમ ચૌધરીએ આપી છે.