ગુજરાત ટાઈટન્સ ટીમને ઝટકો : આ સુપર સ્ટારખેલાડીએ IPLની શરૂઆતની મેચ રમવાનો કર્યો ઈનકાર
ગઈ સિઝનમાં તોફાની બેટિંગ બતાવનાર મિલરે IPL 2022ની સિઝનમાં ગુજરાતને ટાઈટલ અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. તે સુપર સ્ટાર ખેલાડી શરૂઆતની મેચ નહીં રમે.
શા માટે શરૂઆતની મેચ નહીં રમે મિલર?
સાઉથ આફ્રિકા અને નેધરલેન્ડ વચ્ચેની મેચ 31 માર્ચે બેનોનીમાં અને 2 એપ્રિલે વાન્ડરર્સમાં રમાશે અને તે જ સમયે આઈપીએલ પણ 31 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. સાથે જ આ આઈપીએલ સિઝનની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સની છે, જેમાં તે ચાર વખત વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ સામે રમશે અને આ સાથે જ જણાવી દઈએ કે આ મેચ અમદાવાદમાં રમાશે.
