ગરબા ક્વિન કિંજલ દવેની સગાઈ તૂટી, કિંજલ દવેનું સામસામું કર્યું હતું, તેના ભાઈના કારણે તૂટી સગાઈ
ગુજરાતભરમાં ચાર-ચાર બંગડીવાળી ગીતથી ફેમસ થયેલ કિંજલ દવેની સગાઇને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમણે માત્ર 17 વર્ષની ઉંમરે પોતાના મધુર કંઠથી લાખો લોકોના દિલ જીતી લેનાર કિંજલ દવેની અખાત્રીજના શુભ મૂહુર્તમાં 18 એપ્રિલના રોજ લગભગ પાંચેક વર્ષ અગાઉ પોતાના બાળપણના મિત્ર અને પવન જોષી સાથે સગાઈ કરી હતી. પરંતુ હવે એકાએક તેઓની સગાઇ તૂટવાના સમાચાર વાયુવેગે પ્રસરાઇ રહ્યાં છે. અને સોસિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ થઈ રહી છે, તેમના ચાહક વર્ગમાં ખાસી એવી નારાજગી જોવા માહિ રહી છે.
ભાઇ આકાશની સગાઇ તૂટતા કિંજલની પણ સગાઇ તૂટી, કારણ સામસામું (સાટા પધ્ધતિ)
એવું કહેવાય છે કે, કિંજલ દવે અને તેના ભાઇ આકાશ બંનેની સાટા પદ્ધતિથી(સામસામું) સગાઇ કરવામાં આવી હતી. જેમાં કિંજલના ભાઇ આકાશની પવન જોષીની બહેન સાથે સગાઇ કરાઇ હતી. પરંતુ હવે મળતી માહિતી મુજબ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવેની પણ સગાઇ તૂટી ગઇ છે. તેવી હાલ માહિતી મળી રહી છે. આ રીતે સામસામું કરવાથી ઘણી વખત સારી રીતે ચાલતો સુખી સંસાર પણ છોડવો પડે છે અને પરિવારે પણ ઘણું સહન કરવું પડે છે.