આંદામાન સમુદ્રમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર આટલા રહી તીવ્રતા
આંદામાનના સમુદ્રમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આંદામાન સમુદ્રમાં બપોરે 12.07 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
3 ઓગસ્ટે 4.3ની તીવ્રતાનો ભૂકંપ
આ પહેલા 3 ઓગસ્ટના રોજ વહેલી સવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ આંદામાન જિલ્લામાં સમુદ્રમાં 61 કિલોમીટરની ઊંડાઈએ હતું. તે ઓછી તીવ્રતાનો આંચકો હતો જે પોર્ટ બ્લેરથી 127 કિમી દક્ષિણ પશ્ચિમમાં સ્થિત સમુદ્રમાં અનુભવાયો હતો.

5 જુલાઈએ 5.9ની તીવ્રતાનો ભૂકંપ
આંદામાન અને નિકોબાર ટાપુઓમાં એક મહિનાથી ઓછા સમયમાં આ ત્રીજો ભૂકંપ હતો. આ પહેલા પણ દરિયામાં પાંચની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 5 જુલાઈના રોજ, 5.9-તીવ્રતાનો ધરતીકંપ લગભગ 1 વાગ્યે ટાપુઓ પર ત્રાટક્યો, તેનું કેન્દ્રબિંદુ પોર્ટ બ્લેરથી 126 કિમી દક્ષિણપૂર્વમાં હતું. આંદામાન-નિકોબાર ટાપુઓ વિસ્તાર સુધી વિસ્તરેલો આલ્પાઇન-હિમાલયન સિસ્મિક પટ્ટો સૌથી સિસ્મિકલી સક્રિય પટ્ટો માનવામાં આવે છે અને આ દ્વીપસમૂહમાં વારંવાર ધરતીકંપો આવે છે.