તમામ EVM સાથે VVPAT લગાવવાની માંગ, સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ
સુપ્રીમ કોર્ટે તમામ EVMની સાથે VVPAT લગાવવાની માગણી કરતી અરજી પર વિચાર કરવા સંમતિ આપી છે. સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને કહ્યું કે મતગણતરી દરમિયાન ઘણી જગ્યાએ EVMમાં ફરિયાદો આવી રહી છે, તેથી તમામ EVM સાથે VVPAT લગાવવા જોઈએ. સુપ્રીમ કોર્ટ હવે ત્રણ અઠવાડિયા પછી આ મામલે સુનાવણી કરશે.
અરજીમાં આગામી રાજ્યની ચૂંટણીમાં તમામ EVMમાં VVPAT સ્લિપ સાથે 100 ટકા મેચિંગની માંગ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અરજદારને અરજીની નકલ ચૂંટણી પંચના વકીલને આપવાનું કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે ચૂંટણી પંચનો જવાબ પણ આવવા દો.
સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્નાએ અરજીકર્તાના વકીલ પ્રશાંત ભૂષણને કહ્યું કે શું આપણે ક્યારેક વધારે શંકા કરવા લાગતા નથી? તમે ખૂબ જ શંકાસ્પદ છો.