• કોરોના કેસમાં વધારાને પગલે નવી લહેરના ભણકારા
  • દુનિયાભરમાં 66,000 કોરોના પોઝીટીવ કેસ આવ્યા સામે

ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. જેને લઇને દિલ્હી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના અનેક શહેરોમાં કોરોના કેસોમાં વધારો આવતા મેડિકલ જગતમાં પણ હડકંપ મચી જેવા પામ્યો છે અને આરોગ્ય તંત્રમા પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો વિશ્વ લેવલે કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો કોરોનાના 24 કલાકમાં દુનિયાભરમાં 66,000 કેસ સામે આવ્યા છે.

કોરોનાની આવી ચિંતાજનક સ્થિતિ વચ્ચે જાણે દિલ્હી અને રાજસ્થાનમાં તો કોરોનાના બોમ્બ ફૂટ્યો હોય તેમ 72 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે જ પોઝિટિવિટીનો રેશિયો 3.95 ટકા વધી ગયો છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં H3N2 વાઇરસની સાથે કોરોનાના કેસો અને વધી રહ્યા છે. દિલ્હીમાં શનિવારે કોરોનાના કેરની પોઝિટિવિટીનો આંક 3.52 ટકા નોંધાયો હતો. જે શુક્રવારએ 3.13 ટકા નોંધાયો હતો.

You Might Also Like