GSTના નવા નંબર પૂર્વે ખોલાવેલાં બેંકના એકાઉન્ટ હવે બંધ કરવા પડશે : GST વિભાગનો નિર્ણય
ટેક્સની ચોરી અટકાવવા GST વિભાગનો નવો નિયમ, અનેક કરદાતાઓ મુશ્કેલીમાં
GST વિભાગ દ્વારા ટેક્સ ચોરી અટકાવવા મહત્વનો નિયમ બનાવવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે કરદાતાઓએ GST નંબર આવ્યા પછી જ બેંક એકાઉન્ટ ખોલાવવાનું રહેશે. મહત્વનું છે કે, જીએસટી નંબરની ફાળવણી પહેલાં બેંક એકાઉન્ટ ખુલી જતું હોવાથી બોગસ બિલિંગનું કૌભાંડ કરતાં લોકોનો માર્ગ મોકળો થઈ જતો હતો. હવે આ નિયમથી બોગસ બિલિંગ અટકી જશે. જો કે બેન્ક જ GST નંબર વગર ખાતું ખોલી નહીં આપે.