શોર્ટ ફિલ્મ બાદ હવે RRRના 'Naatu Naatu' સોંગને મળ્યો બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ
ભારતે ફરી ઓસ્કારમાં ડંકો વગાડ્યો છે. ભારતીય ફિલ્મ RRRના ગીત 'Naatu Naatu' એ શ્રેષ્ઠ ગીતનો ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો.
95માં ઑસ્કર ઍવોર્ડની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. લોસ એન્જલિસમાં ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને એક બાદ એક અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે. દુનિયાભરથી ટીવી અને ફિલ્મોની દુનિયાના સિતારાઓ પહોંચી ગયા છે, ભારત તરફથી દિપીકા પાદુકોણ પણ સામેલ થવા માટે પહોંચી છે.
