દેશના 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કેન્દ્ર સરકાર પર CBI અને EDના દુરુપયોગનો આરોપ લગાવ્યો છે. 

આગામી 5 એપ્રિલે સુનાવણી યોજાશે.

વિપક્ષી નેતાઓની ધરપકડ કરવામાં ED અને CBIનો મનસ્વી ઉપયોગ વિરુદ્ધ કોંગ્રેસ નેતૃત્વમાં 14 રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પક્ષોમાં DMK, રાષ્ટ્રીય જનતા દળ, ભારત રાષ્ટ્ર સમિતિ, અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને અન્ય સામેલ છે. 14 રાજકીય પક્ષોનું કહેવું છે કે, લોકશાહી ખતરામાં છે. અમે ચાલી રહેલી તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ નથી કરી રહ્યા.

આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ આ અંગે માર્ગદર્શિકા બનાવે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 14 રાજકીય પક્ષોને એક મંચ પર લાવવાનું કામ કર્યું છે. ખાસ વાત એ છે કે આ 14 રાજકીય પક્ષોમાં દેશની સૌથી મોટી વિપક્ષની પાર્ટી કોંગ્રેસ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટ આ અરજી પર સુનાવણી કરવા તૈયાર થઈ ગઈ છે અને 5 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.

You Might Also Like