અર્જુનને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે : ચાર પ્રકારના લોકો મને ભજે છે, મોર્નિંગ વિથ નિખિલ મહારાજ
(વ્યાસપીઠ વક્તા - નિખિલ મહારાજ)
અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મને ચાર પ્રકારના લોકો ભજે છે. જેમાં દુઃખી, જાણવાની ઈચ્છા વાળો, રૂપિયા અથવા સાંસારિક પ્રપંચો માટે અને જ્ઞાની એમ ચાર પ્રકારના ભક્તોની વાત ગીતામાં કરી છે. આ સાથે નિખિલ મહારાજ ઉદાહરણ આપતા જણાવે છે કે એક ફળિયામાં ચાર બાળકો રમતા હોય છે અને તેમના પિતા કેરીનો ટોપલો લઈને આવે છે. જેમાં એક બાળક જોઈને રોવા માંડે છે, બીજા કેરી માંગે છે, ત્રીજો જોયા કરે છે અને ચોથો પોતાની મસ્તીમાં લીન તેનું આમાં ધ્યાન જ નથી. આ પ્રકારે ચાર પ્રકારના ભક્તોની ઉત્તમ રીતે ઉદાહરણ આપી સમજાવે છે. આ ચાર નથી આપને ક્યાં પ્રકારના ભક્ત છીએ તે આપને વિચારવું જોઈએ...